Bad Effects of Lack of Sleep: રાત-રાતભર ઉજાગરા કરવાની આદત હોય તો ચેતજો, નહીં તો...
અનિંદ્રા અને ઓછી ઊંઘના કારણે શરીરમાં કેટલાક એવા લક્ષણો જોવા મળે છે જે પછીથી ગંભીર બિમારીમાં ફેરવાઈ શકે છે. મોટાભાગના લોકો આ લક્ષણોનું સાચુ કારણ નથી જાણતા.
નવી દિલ્હીઃ રાત્રે ઊંઘ પૂરી ન થવાના કારણે લોકો થાક અનુભવે છે. વારંવાર આવસા બગાસા અને ઝોંકાથી બચવા માટે કેટલાય કપ ચા-કોફી પી જાય છે. આટલી ચા-કોફી પીધા પછી પણ સુસ્તી ન ઉડે, તો એક ગાઢ ઊંઘની જરૂર પડે છે. ઘણીવાર ઊંઘ પૂરી ન થવાના કારણે કેટલાક લક્ષણો જોવા મળે છે, જેને લોકો બેધ્યાન કરે છે. ઘણીવાર ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી પરેશાની ગંભીર બિમારી બની જાય છે. આના કારણે યાદશક્તિ અને એકાગ્રતા પર અસર પડે છે.
રાત્રીના સમયે મોડી રાત સુધી જાગવાથી થાય છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા:
ઈમ્યૂન પાવર પર અસર પડે છે-
શું તમને સામાન્ય તાવ કે થાક લાગવા પર પણ વધારે સમય સુધી સુવાની ફરજ પડે છે. હકીકતમાં ઓછી ઊંઘના કારણે ઈમ્યૂન સિસ્ટમની કાર્યક્ષમતા પણ નબળી પડી જાય છે. એટલા માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા અને થાકથી બચવા માટે દરરોજ પર્યાપ્ત ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
અનિયંત્રિત બ્લડ શુગર-
ઓછી ઊંઘના કારણે મોટાભાગવા લોકો જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે હાઈ બ્લડ શુગર છે. જે લોકો રાત્રે મોડા સુધી જાગે છે અથવા તો પૂરતી ઊંઘ નથી લેતા તેમનું બ્લડ શુગર અનિયંત્રિત થઈ જાય છે.
હાઈ બ્લડપ્રેશર-
અનિંદ્રાની સમસ્યાનો હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્ય સમસ્યાને ગંભીર બનાવવામાં મોટો ફાળો છે. ઓછી ઊંઘના કારણે કાર્ડિયોવૈસ્કુલર બીમારી તથા અન્ય હ્દય સંબંધી સમસ્યાનો ખતરો વધી શકે છે. માટે, તમારુ બ્લડ શુગર લેવલ સતત આઉટ ઓફ કંટ્રોલ જતુ હોય તો તમારે સ્લીપિંગ પેટર્ન પર ધ્યાન આપવાની જરૂર છે.
બ્રેન ફોગ-
ક્રિએટિવિટીની અછત, બ્રેન ફોગ અને ઉદાસી જેવા લક્ષણો ઓછી ઊંઘના સંકેત હોય છે. એટલા માટે જે લોકો ઓછુ ઊંઘે છે તેઓ પોતાના કામમાં ફોકસ કરવામાં પરેશાની અનુભવે છે. આવા લોકોને પોતાની પસંદગીનું કામ કરવામાં પરેશાની થાય છે અને રચનાત્મકતાનો અભાવ અનુભવે છે.
નિર્ણય લેવામાં પરેશાની-
ઓછી ઊંઘના ખરાબ પરિણામ સ્વરૂપે કેટલાક લોકો ડિસિઝન મેકિંગ અથવા નિર્ણય લેવામાં અસક્ષમ હોવાનો અનુભવ કરે છે. કોઈ મહત્વના વિષયમાં નિર્ણય ન લઈ શકવો અથવા તો કોઈ વસ્તુની પસંદગી કરવામાં કન્ફ્યુઝ થવુ પણ ઓછી ઊંઘના લક્ષણ છે.
પેટ ભરાયાની સંતુષ્ટી ન થવી-
અનિંદ્રાની અસર ભૂખ પર પણ પડે છે. કેટલાક લોકોને બિલકુલ ભૂખ નથી લાગતી. તો બીજીબાજુ કેટલાક લોકો ઓવરઈટિંગ કરે છે. ભૂખ સાથે જોડાયેલા હોર્મોન્સું સ્તર ઓછી ઊંઘના કારણે અસંતુલિત થઈ જાય છે. જેથી ભૂખ કેટલી લાગી છે અને કેટલુ ખાધુ છે તેના સિગ્નલ મગજ સુધી નથી પહોંચી શકતા.